Handwriting Analysis: લખાણ પરથી જાણી શકાય છે તમારો સ્વભાવ

શું તમે જાણો છોકે, તમારા હાથના લખાણ પરથી પણ તમારા વ્યક્તિત્વ અંગે મેળવી શકાય છે ખ્યાલ? જાણો

Handwriting Analysis: લખાણ પરથી જાણી શકાય છે તમારો સ્વભાવ

નવી દિલ્લીઃ માણસનું લખાણ તેના સ્વભાવની ચાડી ખાય છે. આ વાત તમને સાંભળીને કદાચ અજીબ લાગે પરંતુ તમને જણાવી દઈએ કે, આ એક પ્રકારનું સાઈકોલોજી મનોવિજ્ઞાન છે. જે માણસનું વ્યવહાર અને વર્તન બતાવે છે.શબ્દો વચ્ચે કેટલુ અંતર છે-
જે લોકો બે શબ્દો વચ્ચે વધારે સ્પેસ રાખે છે, તેઓ આઝાદી પ્રિય હોય છે. જે લોકો શબ્દો વચ્ચે ઓછુ અંતર રાખે છે, તેઓ લોકોનો સાથ પસંદ કરવામાં માને છે. આ સિવાય જે લોકો બે શબ્દો વચ્ચે જગ્યા નથી રાખતા અથવા ભેગુ લખવાનું પસંદ કરે છે તેઓ બીજાની જિંદગીમાં વધુ પડતી દખલઅંદાજી કરે છે.શબ્દોનું લખાણ નાના અક્ષરે છે કે મોટા-
લોકોના લખાણનો આકાર તેના વ્યક્તિત્વ વિશે ઘણુ બધુ કહી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે, જે લોકો સોશિયલ હોય છે તેમના અક્ષર મોટા હોય છે. જ્યારે શરમાળ અને આંતરમુખી લોકોના અક્ષર નાના હોય છે.  મીડિયમ આકારના શબ્દોની વાત કરીએ તો આવા લોકો ધ્યાન એકત્રિત કરવાવાળા અને મજબૂત ક્ષમતાવાળા હોય છે.અક્ષરો વચ્ચે કેટલુ અંતર છે-
જો તમે લખતા સમયે પોતાના અક્ષરો જોડીને લખો છો, તો કહેવામાં આવે છે આવા વ્યક્તિ તર્કપૂર્ણ હોય છે. મોટાભાગનાં નિર્ણયો તથ્યો અને અનુભવના આધાર પર લો છો.  આથી વિપરિત અક્ષરો વચ્ચેનું અંતર વધારે હોય તો વ્યક્તિ કલ્પનાશીલ અથવા આવેગી હોય છે. આવા લોકો પોતાના નિર્ણયો અંતર્જ્ઞાનનાં આધાર પર લે છે.લખવાની સ્પીડઃ
જો વ્યક્તિ ઝડપથી લખતો હો તો તેનો સ્વભાવ ઉતાવળિયો છે, તેવુ માનવામાં આવે છે. આવા લોકો સમયનો બગાડ કરવાનું બિલકુલ પસંદ નથી કરતા. જ્યારે ધીમા લખાણવાળા વ્યક્તિ આત્મનિર્ભર અને વ્યવસ્થિત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news